ચીમનભાઈ વોરા છેલ્લા 20 વર્ષથી સતત સામાજિક સેવા અને જનહિતના કાર્યોમાં સક્રિય રહી સમાજમાં એક વિશ્વાસુ અને સેવાભાવી વ્યક્તિત્વ તરીકે ઓળખ બનાવેલી છે. તેઓનો મુખ્ય ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર મદદ પહોંચાડવાનો, માનવીય મૂલ્યોને જીવંત રાખવાનો અને સામાજિક જવાબદારીને કાર્યો દ્વારા સાબિત કરવાનો રહ્યો છે.

ચીમનભાઈ વોરાએ છેલ્લા કેટલાય વર્ષોથી અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરી છે, જેમાં આર્થિક રીતે નબળા પરિવારને સહાય, વિદ્યાર્થિઓને શિક્ષણ માટે સહયોગ, જરૂરિયાતમંદ દીકરીઓને મદદ, ભાઈ વિના બહેનોને ભાઈબનીને  મામેરું આપવાની સેવા, તથા વિવિધ માનવતાવાદી અભિયાનોમાં સક્રિય ભાગમાં હોય  છે. તેઓ સમાજના દુઃખ-સુખમાં જોડાઈને માત્ર શબ્દોથી નહીં, પરંતુ કાર્યોથી સેવા આપી રહિયા છે 

તેમની સેવાભાવના કારણે ઘણા લોકોના જીવનમાં આશા અને સહારો ઊભો થયો છે. ક્યાંક વિદ્યાર્થિનીને અભ્યાસ માટે મદદ, ક્યાંક પરિવારને આર્થિક ટેકો, તો ક્યાંક સમાજના પ્રશ્નો સંબંધિત રજૂઆત—ચીમનભાઈ વોરાએ હંમેશા લોકોની વચ્ચે રહીને સમાજહિતમાં કામ કર્યું છે.

તેમનું કાર્ય માત્ર વ્યક્તિગત સહાય સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ સામાજિક જાગૃતિ, જનસમસ્યાઓના નિરાકરણ અને સમાજને એકતા તરફ આગળ ધપાવવાના પ્રયાસો માટે પણ ઓળખાય છે. વિવિધ સામાજિક, ધાર્મિક અને જનહિતના પ્રસંગોમાં તેમની ઉપસ્થિતિ અને સેવા ભાવના તેમને એક પ્રતિબદ્ધ સમાજસેવક તરીકે સ્થાપિત કરે છે.

ચીમનભાઈ વોરા માટે સમાજ સેવા માત્ર કાર્ય નથી, પરંતુ એક સંકલ્પ છે — માનવતા, સહકાર અને સેવા દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ.